ગુજરાતનો નાથ
From વિકિપીડિયા
ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ઐતિહાસિક નવલકથા છે. આ નવલકથા ગુજરાતી ભાષા સાહિત્યની એક ખૂબ જાણીતી કૃતિ છે.
કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર "કાક" નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને "મંજરી" જેના પ્રેમમાં કાક પડે છે, સિવાય બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે, જેમાં કાક અનેક સાહસો માંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઈતિહાસની સફર કરાવે છે.
આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે.
(કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા વારંવાર વપરાયેલું સંસ્કૃત વાક્યઃ कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् | -સર્જિત)