જગજીત સિંઘ
From વિકિપીડિયા
જગજીત સિંઘ દુનિયાના સૌથી સફળ અને જાણીતા ગઝલ ગાયકો માંના એક છે. તે ભારતના સૌથી જાણીતા ગાયકોમાંના એક છે.
જગજીત અને તેના પત્ની ચિત્રા સિંઘ બંને એ ભેગા થઇને ગઝલ ક્ષેત્રની એક ખૂબ સફળ જોડી બનાવી હતી. તે બંને ગાયક હતા અને તેમણે તેમના અંગત જીવનને જાહેર થવા દીધું નથી. તેઓ કેવી રીતે મળ્યા અને કેવી રીતે પ્રેમમાં પડ્યા તે તેમણે બહાર આવવા દીધું નથી. અકસ્માતે તેમના પુત્રના અકાળે મૃત્યુ પછી તેઓએ સાથે ગાવાનું બંધ કરી દીધું પરંતુ જગજીત સિંઘ એ એકલા ગાવાનું વર્ષો સુધી ચાલુ રાખ્યું.
જગજીત સિંઘનો જન્મ રાજસ્થાનના ગંગાનગર માં ૧૯૪૧માં થયો હતો, પણ હવે તેઓ દિલ્હી માં રહે છે. નાની વયથીજ તેમણે ગાવાનું ચાલુ કરી દીધું હતું અને કૉલેજકાળમાં પણ એક ઉભરતા કલાકાર તરીકે જાણીતા થઇ ગયા હતા. કૉલેજમાં BAની ડીગ્રી લીધા પછી તેઓ રેડિયોમાં જોડાયા. પાછળથી તેઓ પાછા ગંગાનગર ગયા જ્યાં તેમણે ઉસ્તાદ ભારતી પાસે ત્રણ વર્ષ સુધી સંગીત તાલીમ લીધી. ૭૦ અને ૮૦ના દાયકામાં તે ભારતભર માં પ્રસિદ્ધ થઇ ગયો હતો.
Categories: Stub | કલા | વ્યક્તિત્વ