સાબરમતી
From વિકિપીડિયા
સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
સાબરમતી નદીની શરૂઆત રાજસ્થાનના ઉદયપુર જીલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મુખ્યતઃ ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના અખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે.
અમદાવાદ અને ગાંધીનગર, અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથી રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન અહમદશાહને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી.
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.