હિંદુ
From વિકિપીડિયા
હિંદુ શબ્દનો ઇતિહાસ
હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસ્લીમ, એરેબીક વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. સિંધૂને ગ્રીક, લેટીન અને બીજી યુરોપિયન ભાષામાં ઇન્ડુસ તરીકે ઓળખવામાં આવી અને આથી જ ભારત દેશને યુરોપમાં ઇન્ડીયા તરીકે ઓળખવામાં આવ્યો.
હિંદૂ ધર્મ
ભારતના પ્રાચીન લોકો તેમના ધર્મને સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે ઓળખે છે. મુસ્લીમોના આક્રમણ બાદ હિંદુ શબ્દ પ્રચલિત બન્યો છે. હિંદૂ ધર્મ વિષેની વધુ માહિતી તેના અલગ વિભાગમાં આપવામાં આવી છે.
હિંદુ લોકો
હિંદુની શાબ્દિક વ્યાખ્યા મુજબ ભારત અને પાકિસ્તાન દેશમાં રહેતા બધા જ લોકોને હિંદુ કહી શકાય, પરંતુ આજે આ શબ્દ હિંદુ ધર્મ પાળતા લોકો માટે જ વપરાય છે. ભારત કે બીજા દેશોમાં વસતા, સનાતન કે વૈદિક ધર્મ પાળતા લોકોને હિંદુ ગણવામાં આવે છે. બૌદ્ધ, જૈન, શીખ, પારસી કે હિંદુમાંથી મુસ્લીમ કે ઇસાઇ લોકો જાતિ તરીકે હિંદુ છે પરંતુ ધર્મ તરીકે હિંદુ નથી ગણવામાં આવતા.
Categories: Wikipedia cleanup | ભારત | ધર્મ | ઇતિહાસ