કાંકરિયા તળાવ
From વિકિપીડિયા
કાંકરિયા તળાવ એ અમદાવાદ નું સૌથી મોટું તળાવ છે. એ અમદાવાદ શહેરના દક્ષીણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે, જે શહેરના પરાં વિસ્તાર માંનો એક છે જેમાં બધા મધ્યમવર્ગીય લોકો રહે છે. કાંકરિયા તળાવ અહમદશાહ નામના રાજાએ બંધાવેલું છે. અમદાવાદ શહેરનું નામ પણ એ રાજાના નામ પરથીજ પડેલું છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે. તળાવના એક ખૂણેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષક સ્થળ છે, જ્યાં ફરવા અને ખાવાની ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે. ઉનાળાના માર્ચ થી જૂન મહિના દર્મ્યાન લોકો રાતે ખૂબ ખાવા અને ફરવા જાય છે.