ગીરનાર
From વિકિપીડિયા
ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ જીલ્લામાં આવેલ પર્વતોનો સમુહ છે. તેમાંનો ઊંચામાં ઊંચો પર્વત ૯૪૫ મી. (૩૧૦૦ ફીટ) છે જે ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
Contents |
[edit] ઇતિહાસ
એક એવી દંતકથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જુનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા'ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો ત્યારે રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે 'પડમા પડમા મારા આધાર'. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.
[edit] પુરાણો
પુરાણોમાં ગિરનારનો રૈવતક પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.
એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો.
દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
[edit] મંદિરો
[edit] જૈન મંદિરો
નેમિનાથનું મંદિર
મલ્લિનાથનું મંદિર
[edit] હિંદુ મંદિરો
અંબાજીનું મંદિર
દત્તાત્રેયનું મંદિર
[edit] બીજા શ્રદ્ધાસ્થાનો
દાત્તાર