દિલ્હી
From વિકિપીડિયા
|
|
વિભાગ | રાષ્ટ્રીય રાજઘાની રાજધાની ક્ષેત્ર |
દેશ | ભારત |
પ્રદેશ | દિલ્હી |
જીલા | દિલ્હી જીલ્લો |
ભાષા | હિન્દી, ઉર્દૂ, પંજાબીઅને અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓ |
સમય ક્ષેત્ર | જી એમ ટી+૫:૩૦ |
મહત્વ | ભારત ની રાજધાની, અલગ પ્રદેશ , ભારતનું દ્વિતીય મોટું મહાનગર, ઔધ્યોગીક અને સૂચના તકનીક કેન્દ્ર, આધુનિકતમ શિક્ષા કેન્દ્ર, સતા અને રાજનીતિની ધુરી |
જનસંખ્યા -કુલ |
13,850,507 (2001)[1] |
સાક્ષરતા દર - કુલ |
81.7%[2] |
ક્ષેત્રફળ | 1483 km2 |
પીનકોડ | 110 xxx |
મુખ્ય મંત્રી | શીલા દીક્ષિત |
સતાધારી પાર્ટી | યુ.પી.એ. |
મુખ્ય રાજનીતિક પાર્ટી | કૉંગ્રેસ , ભાજપ |
દિલ્હી, જે અંગ્રેજીમાં Delhi નામથી ઓળખાય છે, તેની સાથેના અમુક જીલ્લાઓ સહિત ભારતની 'નેશનલ કેપિટલ ટેરીટરી' છે. આમાં નવી દિલ્હી સામેલ છે જે ઐતિહાસિક જુની દિલ્હી પછી વસેલું શહેર છે. કેન્દ્ર સરકારની ઘણી પ્રશાસન સંસ્થાઓ છે. ઔપચારીક રીતો નવી દિલ્હી ભારત ની રાજધાની છે.
દિલ્હી ૧૪૮૩ વર્ગ કીલોમીટર (૫૭૨ વર્ગ માઇલ) માં ફેલાયેલું છે, અહીંની જનસંખ્યા લગભગ ૧૪ મિલિયન છે. અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે : હિન્દી, ઉર્દૂ, પંજાબી, અને અંગ્રેજી.
ઉત્તર ભારતમાં દિલ્હીનું ભૌગોલિક સ્થાન તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે. એનાં દક્ષિણ પશ્ચિમમાં અરાવલી પહાડો અને પશ્ચિમમાં યમુના નદી છે, જેના કિનારે દિલ્હી વસ્યું છે.
Contents |
[edit] ઇતિહાસ
પારંપરિક રીતે મહાકાવ્ય મહાભારતમાં દિલ્હીનો ઉલ્લેખ પ્રાચીન ઇન્દ્રપ્રસ્થની રાજધાની તરીકે કરવામાં આવ્યો છે. ઓગણીસમી સદીના આરંભ સુધી દિલ્હીનું નામ ઇંદ્રપ્રસ્થ હતું.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા થયેલ ખોદકામ દરમ્યાન ઇ॰પૂ॰ ૧૦૦૦ના સમયગાળાનાં ચિત્રો અહીંથી મળી આવ્યા છે. આ અવશેષોને મહાભારતના સમય સાથે જોડવામાં આવે છે. જો કે આ સમયના. જનજીવનના કોઇ પુરાવા અહીંથી મળતા નથી. વસ્તી માટેના સૌ પ્રથમ પુરાતાત્વિક પુરાવાને મૌર્યકાળ (ઇ॰પૂ॰ ૩૦૦) સાથે જોડવામાં આવે છે. ત્યાર બાદ અહીં વસ્તીના પુરાવા મળે છે. ૧૯૬૬માં ઇ॰પૂ॰ ૨૭૩-૩૦૦ના સમયનો અશોકનો એક શિલાલેખ દિલ્હી માં શ્રીનિવાસપુરી વિસ્તારમાંથી મળી આવ્યો છે, જે લોહ-સ્તંભ તરીકે ઓળખાય છે. આ લોહ-સ્તંભ હવે કુતુબ-મીનાર માં જોઇ શકાય છે. આ સ્તંભ એક અંદાજ મુજબ ગુપ્તકાળ માં બનાવ્યો હોવાનું અને અંદાજે દસમી સદીમાં અહીં લાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અશોકનાં બે બીજા શિલાલેખો ત્યારબાદ ફિરોજશાહ તઘલક દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા.
ચંદરબરદાઈ ની રચના પૃથવીરાજ રાસો મુજબ દિલ્હીની સ્થાપના રાજપૂત રાજા અનંગપાલે કરી હતી. એક માન્યતા મુજબ અનંગપાલે જ 'લાલ-કીલ્લાનુ' નિર્માણ કરાવ્યુ હતું અને લોહ-સ્તંભ દિલ્હી પણ તેઓ જ લાવ્યા હતા. દિલ્હીમાં રાજપૂતોનો શાસનકાળ ઇસવી સન ૯૦૦ થી ૧૨૦૦સુધી હતો. 'દિલ્હી' કે 'દિલ્લિ' શબ્દ પ્રયોગ સહુથી પહેલા ઉદયપુરમાંથી મળી આવેલા લગભગ સન ૧૧૭૦ ના શિલાલેખો પર જોવા મળે છે. કદાચ સન ૧૩૧૬ સુધીમાં દિલ્હી હરિયાણા ની રાજધાની બની હોવાનું ઇતિહાસકારોનું માનવું છે. સન ૧૨૦૬ પછીના કોઇ સમયમાં દિલ્હી સલ્તનતની રાજધાની બની જેમાં ખીલજી, તઘલખ, સૈયદ અને લોધી વંશો સહિત અન્ય ઘણા વંશોએ દિલ્હી પર રાજ કર્યું.
આજની આધુનિક દિલ્હી બન્યા પહેલાં દિલ્હી સાત વાર ઉજડી અને વસી છે જેના અવશેષો આજે પણ જોવા મળે છે.
- રાયપિથૌરાનો કિલ્લો : રાજપૂતોના સૌથી પ્રાચીન લાલ કિલ્લાની નજીકમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા નિર્મિત
- સિરીનો કિલ્લો : ૧૧૦૩માં અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા નિર્મિત
- તુગલકાબાદ, ગયાસુદ્દીન તુગલક (૧૩૨૧-૧૩૨૫) દ્વારા નિર્મિત
- જહાઁપનાહ કિલ્લો, મોહમ્મદ બિન તઘલખ (૧૩૨૫-૧૩૫૧) દ્વારા નિર્મિત
- કોટલા ફિરોજશાહ, ફિરોજશાહ તઘલખ (૧૩૫૧-૧૩૮૮) દ્વારા નિર્મિત
- જુનો કિલ્લો (શેરશાહ સૂરી) અને દીનપનાહ (હુમાયૂ; બન્ને એ જ સ્થાન પર છે, જ્યાં પૌરાણિક ઇંદ્રપ્રસ્થ હોવાનું મનાય છે. (૧૫૩૮-૧૫૪૫)
- શાહજહાનાબાદ, શાહજહાઁ (૧૬૩૮-૧૬૪૯) દ્વારા નિર્મિત; લાલ કિલ્લો અને ચાઁદની ચોક આ જ વિસ્તારનો ભાગ છે.
સત્તરમી સદીના મધ્યમાં મોગલ બાદશાહ શાહજહાઁએ (1628-1658) દિલ્હી સાતમી વાર વસાવ્યું જે શાહજહાનાબાદ નામથી પણ ઓળખાય છે. હાલમાં શાહજહાનાબાદનો અમુક ભાગ જુની દિલ્હીની હદમાં સલામત છે। આ શહેરમાં આજે પણ ઇતિહાસની ઘણી ધરોહર સુરક્ષિત બચી છે જેમાં લાલ કિલ્લો સૌથી વિખ્યાત છે. જ્યાં સુધી શાહજહાઁએ પોતાની રાજધાની આગરા ન ખસેડી ત્યાં સુધી જુની દિલ્હી ૧૬૩૮ બાદના તમામ મોગલ બાદશાહો ની રાજધાની રહી. ઔરંગઝેબે (૧૬૫૮-૧૭૦૭) શાહજહાઁને ગાદી પરથી હટાવીને શાલીમાર બાગમાં પોતાને બાદશાહ ઘોષિત કર્યો.
૧૮૫૭ના વિપ્લવને સંપૂર્ણ રીતે દબાવી દીધા બાદ અંગ્રેજોએ બહાદુરશાહ જફર ને રંગૂન મોકલી દીધો. ત્યાર પછી ભારત પૂરી રીતે અંગ્રેજોને આધીન થયું. સૌ પ્રથમ અંગ્રેજોએ કલકત્તા (હાલમાં કોલકાતા)થી પોતાનાં શાસનની શરૂઆત કરી પણ દિલ્હીની ભૌગોલિક સ્થિતીનાં કારણે સન ૧૯૧૧માં અંગ્રેજોએ તેમની રાજધાની દિલ્હી સ્થળાંતર કરી.
[edit] અर्थતંત્ર
મુંબઈ પછી દિલ્હી ભારતનું સૌથી મોટું વ્યાપારી શહેર છે. દેશમાં પ્રતિ વ્યક્તિ સરેરાશ (માથા દીઠ) આવકની દ્રષ્ટિએ દિલ્હીની ગણના સૌથી વધુ સંપન્ન શહેર તરીકે થાય છે. ૧૯૯૦ પછી દિલ્હી વિદેશી રોકાણકારોનું સૌથી પસંદગીનું સ્થાન છે. પેપ્સી, ગૈપ ઇ॰ ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં મુખ્ય કાર્યાલય દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં છે। ક્રિસમસ ૨૦૦૨ ના દિવસે દિલ્હીના શહેરી ક્ષેત્રોમાં દિલ્હી મેટ્રો રેલ ની શરુઆત થઈ છે અને આ પ્રોજેક્ટ સન ૨૦૨૨ સુધીમાં પુરો કરવાની યોજના છે.
હવાઈ આવાગમનની દ્રષ્ટીએ દિલ્હી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક દ્વારા આખા વિશ્વ સાથે જોડાયેલું છે.
[edit] શિક્ષણ સંસ્થાઓ
દિલ્હીની શિક્ષણ સંસ્થાઓ ભારત ના તમામ ભાગમાંથી વિદ્યાર્થીઓ આવે છે. અહીં ઘણી સરકારી તેમજ પ્રાઇવેટ કૉલેજો છે. દિલ્હીમાં તમામ પ્રકારની વિદ્યાશાખાઓ છે. તેમાં પણ કલા, વિજ્ઞાન, ઇન્જિનીયરિંગ, મેડિસિન, કાયદો અને મૈનેજમેંટમાં અભ્યાસ માટે દિલ્હીની શિક્ષણ સંસ્થાઓ ખૂબ જ વિખ્યાત છે .
દિલ્હીની પ્રમુખ શિક્ષણ સંસ્થાઓ:
વિશ્વવિદ્યાલય
- ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ
- દિલ્હી વિશ્વવિદ્યાલય
- ગુરુ ગોવિન્દ સિંહ યૂનિવર્સિટી (જે ઇન્દ્રપ્રસ્થ યૂનિવર્સિટીના નામે પણ ઓળખાય છે.)
- ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી
- ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી
- ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ ઑફ ઇન્ડિયા
- જામિયા મિલિયા ઇસ્લામિયા
- જવાહર લાલ નહેરૂ યૂનિવર્સિટી
- ધી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ પ્લાનિંગ એન્ડ મેનેજમેંટ
સ્કૂલ
- કેન્દ્રીય વિદ્યાલય
- દિલ્હી પબ્લિક સ્કૂલ
- આર્મી પબ્લિક સ્કૂલ
[edit] જોવાલાયક સ્થળો
- ઇન્ટરનેશનલ ડૉલ્સ મ્યૂઝીયમ
- ઇન્ડિયા ગેટ
- કનૉટ પ્લેસ
- કાલિન્દી કુન્જ
- કુતુબ મીનાર
- ગુરુદ્વારા બંગલા સાહિબ
- ચાંદની ચોક
- જન્તર મન્તર
- જામા મસ્જિદ
- જુનો કિલ્લો
- તુગલકાબાદ નો કિલ્લો
- નહેરૂ પ્લૈનટોરિયમ
- નેશનલ મ્યૂઝીયમ
- બહાઈ મંદિર
- બિરલા મંદિર
- મોગલ ગાર્ડન
- રાજ ઘાટ
- રાષ્ટ્રપતિ ભવન
- લાલ કિલ્લો
- લોધી ગાર્ડન
- શાન્તિ વન
- સફદરજંગ નો મકબરો
- સંસદ ભવન
- હુમાયૂઁનો મકબરો
[edit] પ્રખ્યાત લોકો
- અમીર ખુસરો
- મિર્ઝા ગ઼ાલિબ
- હજરત નિજામુદ્દીન ઔલિયા
[edit] સમાચાર પત્રો
- નવભારત ટાઇમ્સ
- સંધ્યા ટાઇમ્સ
- ધી ઇકોનોમિક ટાઇમ્સ
- ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા
[edit] બજારો
ચાંદની ચોક, ચાવલા, કનૉટ પ્લેસ, જનપથ, કરોલ બાગ, કમલા નગર, ખાન માર્કેટ, લાજપત નગર સેન્ટ્રલ માર્કેટ, નજફગઢ,પાલિકા બજાર, સાઉથ એક્સ્ટેન્શન, વસન્ત વિહાર, સરોજીની નગર, દ્વારકા,
[edit] બહારની કડીઓ
[edit] સાહિત્ય
- Y. D. Sharma, Delhi and its neighbourhood (New Delhi, Archaeological Survey of India 1990). -Historical architectural remains.
- William Darlymple, The City of Djinns:A Year in Delhi
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |