નીલ્સ હેન્રીક અબૅલ
From વિકિપીડિયા
ગણિતજ્ઞ નીલ્સ હેન્રીક અબૅલ નો જન્મ નોર્વેના ફ્રિન્ડો પરગણાંમાં ૫ ઑગષ્ટ, ૧૮૦૨ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ ૬ એપ્રિલ, ૧૮૨૯ના રોજ નોર્વેના ફ્રોલૅન્ડ પરગણાંમાં થયું.
અમૂર્ત ગણિતમા એક ખાસ સમૂહ અબૅલના નામ ઉપરથી અબૅલીયન સમૂહ (abelian group) તરીકે ઓળખાય છે.
અબૅલે ૧૮૨૪માં સાબિત કર્યું કે ૫ ઘાતવાળી બહુપદીનાં બીજ તેના સહગુણકોની મદદથી શોધવા શક્ય નથી. તેમણે આ પરિણામ ફ્રેંચ ભાષામાં સ્વખર્ચે પ્રસિધ્ધ કર્યું.
Categories: Stub | ગણિત | વ્યક્તિત્વ