મુકેશ
From વિકિપીડિયા
મુકેશ ચન્દ માથુર (જુલાઈ ૨૨, ૧૯૨૩, દિલ્હી, ભારત - ઓગસ્ટ ૨૭, ૧૯૭૬) ફક્ત મુકેશ તરીકે ઓળખાતા એક લોકપ્રિય ભારતીય પાર્શ્વ ગાયક હતા .
મુકેશના અવાજ ની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેન ના લગ્ન માં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ પ્રભાવિત થયા અને મુકેશ ને મુંબઈ લઈ આવ્યા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશ ને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ પહલી નઝર માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો. મુકેશે હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતુ દિલ જલતા હૈ તો જલને દે જેમા મોતીલાલ એ કામ કર્યું હતુ.
...
૧૯૭૪ માં મુકેશ ને રજનીગંધા ચલચિત્રનું કઈ બાર યૂં ભી દેખા હૈ ગાયન ગાવા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો .
૧૯૭૬માં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું.
Contents |
[edit] કેટલાક હિન્દી ચલચિત્રો જેમાં મુકેશે પાર્શ્વગાયન આપેલું છે
- પહલી નજર (૧૯૪૫)
- મેલા (૧૯૪૮)
- આગ (૧૯૪૮)
- અન્દાજ (૧૯૪૯)
- આવારા (૧૯૫૧)
- શ્રી ૪૨૦ (૧૯૫૫)
- પરવરિશ (૧૯૫૮)
- અનાડી (૧૯૫૯)
- સંગમ (૧૯૬૪)
- મેરા નામ જોકર (૧૯૭૦)
- ધરમ કરમ (૧૯૭૫)
[edit] મુકેશ ના સદાબહાર ગીતો
- તૂ કહે અગર
- જિન્દા હૂઁ મૈ ઇસ તરહ સે
- મેરા જૂતા હૈ જાપાની (ફિલ્મ આવારા)
- યે મેરા દીવાનાપન હૈ (ફિલ્મ યહૂદી)
- કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર (ફિલ્મ અનાડી')
- ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના (ફિલ્મ બન્દીની)
- દોસ્ત દોસ્ત ના રહા (ફિલ્મ સંગમ)
- જાને કહાઁ ગયે વો દિન (ફિલ્મ મેરા નામ જોકર)
- મૈને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને (ફિલ્મ આનન્દ)
- ઇક દિન બિક જાયેગા માટી કે મોલ (ફિલ્મ ધરમ કરમ)
- મૈ પલ દો પલ કા શાયર હૂઁ
- કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ (ફિલ્મ કભી કભી)
- ચંચલ શીતલ નિર્મલ કોમલ (ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમ)
[edit] બહિર્ગામી કડીઓ
[edit] અંગ્રેજીમાં
http://www.singermukesh.com - મુકેશને લગતી તમામ માહિતિ એકત્રિત કરતી વેબસાઇટ
Categories: Stub | કલા | વ્યક્તિત્વ