શાહરૂખ ખાન
From વિકિપીડિયા
શાહરૂખ ખાન ઉર્ફે SRK (જન્મ નવેમ્બર ૨, ૧૯૬૫, નવી દિલ્હી, ભારત) એ બૉલીવૂડ નો અભિનેતા છે.
શાહરૂખ પ્રથમવાર લોકોની નજર માં ટી.વી.-સીરીયલ ફૌજી માં 'અભિમન્યુ' ના પાત્રમાં આવ્યો હતો. ફિલ્મ બાઝીગર (૧૯૯૨) અને ડર (૧૯૯૩) માં તેની પાગલ આશીક ની ભૂમિકાઓએ તેને રાતોરાત પૂરા ભારતમાં મશહૂર કરી દીધો. ત્યાર પછી તેણે એક પછી એક સફળ પ્રણય કથાઓ, જેમકે કોયલા, દીલવાલે દુલ્હનિયા લે જાયેંગે, પરદેસ અને દીલ તો પાગલ હૈ માં કામ કરી પોતાની જગ્યા હિન્દી ફિલ્મોની દુનિયામાં મજબૂત બનાવી દીધી.
તેણે યશ જૌહર અને કરણ જૌહર સાથે કામ કરી કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને કલ હો ના હો જેવી સફળ ફિલ્મો આપી છે.
શાહરૂખ ખાને પડદા પર ઘણી અભિનેત્રીઓ સાથે સફળ જોડી બનાવી છે. તેણે કાજોલ સાથે ૫ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે પાંચે ફિલ્મો બૉક્સ ઑફિસ પર અત્યંત સફળ નિવડી હતી. તેણે માધુરી દીક્ષીત સાથે પણ અંજામ, કોયલા, દીલ તો પાગલ હૈ અને દેવદાસ જેવી સફળ ફિલ્મો માં કામ કર્યું છે.
શાહરૂખ ખાને જુહી ચાવલા અને ફિલ્મ દીગ્દર્શક અઝીઝ મીર્ઝા સાથે એક ફિલ્મ પ્રોડક્શન કંપની ડ્રીમ્ઝ અનલિમિટેડ ચાલુ કરી છે. જુહી ચાવલા સાથે તેની પ્રથમ ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમૅન થીજ તે બે વચ્ચે મિત્રતા ચાલુ થઇ ગઇ હતી.હાલમાં કૉન બનેગા કરૉડપતિ તૃતિય નૉ ઉદઘૉષક છે.
Categories: Stub | કલા | વ્યક્તિત્વ