ઑસ્ટ્રિયા
From વિકિપીડિયા
ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે. તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષીણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇન થી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.
જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેના માં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.
ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતું પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિશ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.