ધરતીકંપ
From વિકિપીડિયા
પૃથ્વી ની સપાટી ની ધ્રુજારીને ધરતીકંપ કહેવામાં આવે છે. પૃથ્વીનાં ઊંડાણમાં આવેલા ભૌગોલિક દોશોને કારણે ધરતીકંપ સર્જાય છે. ધરતીના પડની (plate) અત્યંત ધીમી પરંતુ સતત ગતિને (plate tectonics)કારણે ધરતીના પડ વચ્ચે પરસ્પર સંઘર્ષ સર્જાય છે. આ સંઘર્ષ જ્યારે તીવ્ર થાય ત્યારે ધરતીકંપ સર્જાય છે. આને કારણે પૃથ્વીના જે ભાગમાં આવા વિસ્તારો, જ્યાં બે પડો (ખાસ કરીને પૃથ્વીના લીથોસ્ફીયરના જોડાણના જગ્યા પર ) વચ્ચે સંઘર્ષ સર્જાય છે ત્યાં વારંવાર ધરતીકંપ નોંધાય છે. બે પડો વચ્ચે થતા આ પ્રકારના ધરતીકંપને interplate earthquake કહેવાય છે. આ પ્રકારના ધરતીકંપ સામાન્ય છે. પરંતુ ક્યારેક ધરતીના ભૂગર્ભ પડમા થતા ધરતીકંપને intraplate earthquake કહેવાય છે.
Contents |
[edit] લાક્ષણિકતાઓ
પૃથ્વી પર દરરોજ ધરતીકંપ થાય છે. મોટાભાગના નાના ધરતીકંપ (રીક્ટર માપ ૫ થી નાના હોવાથી) નુકશાનકારક હોતા નથી. પરંતુ પ્રબળ ધરતીકંપને કારણે, પૃથ્વીના સપાટીના પડોના દોશોનું ધસી જવું, ધરતીનું તીવ્ર કંપન, આગ, ઝેરી વાયુઓનું વાતાવરણમાં વિસર્જન તથા પાણીના પુર (દાખલા તરીકે, ત્સુનામી, seiche, નદી પરના બંધ તુટવા વગેરે) થી જાનમાલની ખુવારી થાય છે. મોટાભાગના ધરતીકંપમાં કંપનને કારણે નુકશાન સર્જાય છે.
પ્રબળ ધરતીકંપની પૂર્વે કે પશ્ચાત નાના આંચકાઓ આવે છે. જેને ફૉરશૉક્સ કે આફ્ટરશૉક્સ કહેવાય છે. ધરતીકંપનો પ્રભાવ આસપાસના ભાગમાં અનુભવાય છે. પરંતુ ક્યારેક તેની અસર આખી પૃથ્વી પર પણ પડે છે. દુરના ધરતીકંપથી થતા ધરતીના કંપનને ટેલીસીસ્મ કહેવાય છે. ધરતીકંપથી સર્જાતાં તરંગોના ઊદ્ગમસ્થાનને ઓળખવું શક્ય છે. આ સ્થાન સામાન્ય રીતે ધરતીના પડના દોશની જગ્યાનો જ્યાં ઘરતીકંપ સર્જાયો હોય તેનું સ્થાન નિર્દેશ કરે છે. ધરતીની અંદર રહેલાં આ સ્થાનને હાયપો સેન્ટર કહેવાય છે. આ સ્થાનની ઊપર ધરતીની સપાટી પરના સ્થાનને એપી સેન્ટર કહેવાય છે. જેટલો દોશ મોટો તેટલો ધરતીકંપ વધુ તીવ્ર હોય છે. (જેમ મોટું લાઉડસ્પીકર નાના કરતાં વધુ અવાજ સર્જી શકે તેમ.)
સમુદ્રની નીચે સર્જાતા ધરતીકંપ ત્સુનામી સર્જી શકે છે. આ ત્સુનામી દરિયાનાં તળનાં ફેરફારથી કે તળની જમીન ધસી જવાથી સર્જાય છે.
ધરતીકંપના તરંગોને ચાર કક્ષામાં વહેંચવામાં આવે છે. આ ચારેય તરંગો એક સાથે ઉદ્ભવે છે પરંતુ તેના પરસ્પર વેગ જૂદાજૂદા હોવાથી તે આ ક્રમમા અનુભવાય છે. પહેલા તરંગને P-તરંગ કે પ્રાથમિક દબાણ તરંગ કહેવાય છે. દ્વિતીય તરંગને S-તરંગ કે secondary or shear તરંગ કહેવાય છે. ત્રીજા અને ચોથાં તરંગના નામ સપાટી પરના લવ તરંગ તથા રૅલે તરંગ છે.
[edit] તીવ્રતા
કેટલાક ધરતીકંપ એટલા ધીમા અને ઓછી તીવ્રતા વાળા હોય છે કે તેને શાંત ધરતીકંપ કહેવાય છે. આ ધરતીકંપ પૃથ્વીના બે પડો ધીમેથી સરકવાને કારણે સર્જાય છે. આવા ધરતીકંપ દિવસો કે અઠવાડીયા સુધી તેની શક્તિ મુક્ત કરે છે. જો કે, આ મુક્ત થયેલી શક્તિ એક મોટા ધરતીકંપ જેટલી હોય છે.
૧૯૩૦માં અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ એફ. રીક્ટરે ધરતીકંપની તીવ્રતા માપવાનું સરળ આંકડાકીય માપ પ્રસ્તરીત કર્યું. આ માપ રીક્ટર સ્કેલ તરીકે ઓળખાય છે. આ ઊપરાંત જપાનના ભૂસ્તરશાશ્ત્રી સપાટીની તીવ્રતા માપવા માટે શીંડો માપનો ઊપયોગ કરે છે.
ધરતીકંપની અસરને તીવ્રતાના માપથી પણ મપાય છે. આ માપ ધરતીકંપ ની અસરથી થતાં કંપન ને આંકડાકિય માત્રામાં માપે છે. સૌથી પ્રચલીત માપ Mercalli (or Modified Mercalli, MM) છે પરંતુ હવે વધુ ભરોસાપાત્ર તથા સરળ યુરોપિયન મૅક્રોસિસ્મિક સ્કેલ (EMS) પ્રચલિત છે. જપાનમાં Japan Meterological Agency seismic intensity scale (JMA) માપ વપરાય છે.
[edit] ધરતીકંપના કારણો
મોટાભાગના ધરતીકંપ પૃથ્વીના પડ વચ્ચેના દબાણ મુક્ત થવાથી સર્જાય છે. જ્યાં બે કે વધુ પડની સીમારેખા વચ્ચે ધર્ષણ તથા દબાણ રચાતું હોય ત્યાં તીવ્ર ધરતીકંપ સર્જાવાની શક્યતા વધુ હોય છે. Deep focus earthquake પૃથ્વી ની પેટાળમા ૬૦૦કી.મી. થી વધુ ઊંડાણમા થતા ફેરફારોને કારણે સર્જાય છે. જ્યારે કેટલાક ધરતીકંપ જ્વાળામુખી ફાટવાથી કે પેટાળમા લાવાની હલચલથી પણ સર્જાય છે. આવા ધરતીકંપ જ્વાળામુખી ના ફાટવાની આગેવાહી કરવામા મદદરૂપ પણ થાય છે. ક્યારેક બંધના પાણીના દબાણને કારણે ધરતીકંપ થવાનુ મનાય છે. આ પ્રકારે આફ્રીકા ઝામ્બીયાના કરીબા બંધનજીક નોધાયેલા ધરતીકંપનો સમાવેશ થાય છે. ક્યારેક માનવ રચિત ધડાકા જેમ કે અણુબોમ્બ પરીક્ષણ સમયે વૈજ્ઞાનીકો સીસ્મોગ્રાફ યંત્ર મારફતે ધરતીકંપ નોંધી શકે છે.
[edit] ધરતીકંપની હાની થી બચાવની પૂર્વતૈયારી
- કટોકટીના સમયની તૈયારી
- ઘરેલુ ભૂકંપ સલામતી
- ભૂકંપ પછીનું ફેરબાંધકામ
[edit] ધરતીના પડમા ખામીઓ વિષેના લેખો
- આલ્પાઈન ખામી
- કૅલેવરસ ખામી
- હેયવર્ડ ખામી
- નોર્થ એન્ટોલીયન ખામી
- ન્યુ મૅડ્રીડ ખામી
- સાન એન્ડ્રીયસ ખામી
[edit] સર્જાયેલા ધરતીકંપ વિષેના લેખો
- ૧૫૫૬ શાંક્ષી ધરતીકંપ (1556). ચીનમા આવેલ ઇતીહાસનો સૌથી ભયંકર ધરતીકંપ જેમા ૮૩૦,૦૦૦ લોકો મરણ પામ્યા હતા.
- કેસ્કેડીયા ધરતીકંપ (૧૭૦૦).
- કામ્ચટકા ધરતીકંપ (૧૭૩૭ અને ૧૯૫૨).
- ૧૭૫૫ લીસ્બન ધરતીકંપ (૧૭૫૫).
- ન્યુ મેડ્રીડ ધરતીકંપ (૧૮૧૧).
- ૧૯૦૬ સાન ફ્રાંસીસ્કો (૧૯૦૬).
- કાન્ટો ધરતીકંપ (૧૯૨૩). જપાનના હોંસુ બેટ પર આવેલા ધરતીકંપમા ટોક્યો શહેરની આસપાસ ૧૪૦,૦૦૦ લોકો મરણ પામ્યા હતા.
- કામ્ચટકા ધરતીકંપ (૧૯૫૨ અને ૧૭૩૭).
- ચીલૅ ધરતીકંપ (૧૯૬૦). ૯.૭ રીક્ટરનો પૃથ્વીના ઈતીહાસનો સૌથી તીવ્ર નોધાયેલ ધરતીકંપ
- અલાસ્કાનો ગુડ ફ્રાઇડે ધરતીકંપ (૧૯૬૪)
- સ્યાલમાર ધરતીકંપ (૧૯૭૧). અમેરીકાના સાન ફર્નાડો વૅલીનો ધરતીકંપ. આ ધરતીકંપ અહીંના હાઈવે તથા હાઈવે પરના પુલો ના તુટવાનુ કારણ બન્યો હતો. આ ધરતીકંપ પછી આ પ્રકારના નુકશાનને ટાળવા રીટ્રોફીટ પ્રોજેક્ટ શરુ કરવામા આવ્યા. પરંતુ ૧૯૮૯ મા કામ પુરૂ ન થયું હોવાને કારણે ફરી ધરતીકંપ આવતા નુકશાન થયેલ.
- તંગશાન ધરતીકંપ (૧૯૭૬). અર્વાચીન કાળનો સોથી ભયાનક ધરતીકંપ. સરકારી આંકડા મુજબ ૨૫૫,૦૦૦ લોકો મરણ પામ્યા હતા. પણ નીષ્ણાતોના મતે બમણા કે ત્રણગણાં મૃત્યુ પામ્યા હોવાનુ મનાય છે.
- કેલીફોર્નીયા લોમા પ્રીયેટા ધરતીકંપ (૧૯૮૯). અમેરીકાના કેલીફોર્નીયાના સાન્ટાક્રુઝ, સાન ફ્રાંસીસ્કો અને ઓકલેન્ડ શહેરોમા નુકશાન થયેલ.
- ૧૯૯૪ કેલીફોર્નીયા નોર્થરીડ્જ ધરતીકંપ (૧૯૯૪).
- હાનશીન ધરતીકંપ (૧૯૯૭). જપાનના કોબે શહેરની આસપાસ ૬,૪૦૦ મરણ.
- ૧૯૯૯ ટર્કીનો ઈઝમીટ ધરતીકંપ (૧૯૯૯) ઊત્તરપુર્વી ટર્કીમા ૧૭,૦૦૦ ના મરણ.
- Düzce earthquake (૧૯૯૯)
- ચી-ચી ધરતીકંપ (૧૯૯૯).
- મર્મરા ધરતીકંપ (૧૯૯૦).
- ગુજરાત ધરતીકંપ (૨૦૦૧).
- ડડ્લી ધરતીકંપ (૨૦૦૨).
- પાર્કફીલ્ડ,કેલીફોર્નીયા ધરતીકંપ (૨૦૦૪). (૬.0 રીક્ટર), but the most anticipated and intensely instrumented earthquake ever recorded and likely to offer insights into predicting future earthquakes elsewhere on similar slip-strike fault structures.
- ચેટ્સુ ધરતીકંપ (૨૦૦૪)
- ઈન્ડીયન ઓશન ધરતીકંપ (2004). ઈન્ડોનેશીયાના સુમાત્રા ટાપુ ના કીનારે ૯.૦ રીક્ટરના આ ધરતીકંપથી સર્જાયેલ ભયંકર ત્સુનામીમા ઈન્ડોનેશીયા, ભારત,શ્રીલંકા સહીત આશરે ૩૦૦,૦૦૦ના મરણ.
- સુમાત્રા ધરતીકંપ (૨૦૦૫).
- ફુકોકા ધરતીકંપ (૨૦૦૫).
આ પણ જુઓ ધરતીકંપની સુચિ
[edit] સંબંધી લેખો
- ધરતીકંપોની યાદી
- ત્સુનામી
[edit] બહિર્ગામી કડીઓ
[edit] અંગ્રેજીમાં
- EQNET: Earthquake Information Network
- The U.S. National Earthquake Information Center
- USGS Earthquake FAQs
- Environmental Geology - GEOL 406/506 (Earthquakes)
- The European Macroseismic Scale
- Geowall- An interesting 3d presentation system for looking at and understanding earthquake data.
- Virtual Earthquake Educational site explaining how epicenters are located and magnitude is determined.
- Tsunami Experiment
- PBS NewsHour - Predicting Earthquakes
- Southern California Earthquake Data Center
- European-Mediterranean Seismological Centre (EMSC)
- Global Seismic Monitor at GFZ Potsdam
- USGS Earthquake Monitoring History
- Global Earthquake Report – chart updated with each new earthquake or aftershock
- Earthquakes in Iceland during the last 48 hours, updated automatically once every 2 minutes.
- Recent earthquakes in California and Nevada
- USGS – Largest earthquakes in the world since 1900
- The Destruction of Earthquakes - and a List of the Worst ever recorded